- કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્યનું માર્ગ અકસ્માતમા મોત થતા
- મોધલા બેઠકની ચૂંટણીનું મતદાન
- ભાજપ, કોંગ્રેસ સામે સીધો જંગ
છોટાઉદેપુર: કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્યનું માર્ગ અકસ્માતમા મોત થયા બાદ પેટા ચૂંટણી (Chhota Udepur by Election) યોજાઈ રહી છે. આ બેઠકમાં આવતા દશ મતદાન મથકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. દશે દશ મતદાન મથકો ઉપર વેહલી સવારથી મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. નસવાડી તાલુકા પંચાયતની 12 મોંઘલા બેઠકની ચૂંટણી (moghla seat election)નું મતદાન શરૃ થતા ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા વડીલો પણ આવી લાઈનમાં ઉભા રહી મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી રહ્યાં છે.
ભાજપ, કોંગ્રેસ સામે સીધો જંગ
આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સામે સીધો જંગ હોય ભારતીય જનતા પાર્ટીમાંથી કમલેશ નારણ પરમાર જ્યારે કોન્ગ્રેસ પાર્ટીમાંથી બીપિનચંદ્ર પરમાર ઉમેદવારી નોંધાવીછે. અને 5 હજાર જેટલા મતદારો મતદાન કરનાર છે, પરંતું હાલ મતદારો કોના તરફે મતદાન કરશે તે પરીણામ આવ્યા બાદ જ ખબર પડશે.
આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી APMCમાં કપાસની જાહેર હરાજીનો વિરોધ, ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ
આ પણ વાંચો: છોટા ઉદેપુર: વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે