છોટાઉદેપુરઃ પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલ ઘટનામાં અનિસ રાઠવાએ ફરિયાદ નોધાવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરિયાદી છોટાઉદેપુરથી મોટર સાયકલ લઈને જતા હતા તે દરમ્યાન સનાભાઈ સેલિયાભાઇને પેટ્રોલપંપ ચોકડી પર રોકવામાં આવ્યા હતા અને પાછળ બેસેલ પાસે માસ્ક ન પહેરવાના 200 રૂપિયા દંડ માગ્યો હતો. જે દંડ ભર્યા બાદ તેની પાવતી માગી હતી. જે પોલીસ દ્વારા આપવામાં આવી નહોતી અને ગમે તેવી ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
સ્ટેશને ઉત્તમભાઈને ધોલધાપટ કરવામાં આવી હતી અને પી.એસ.આઈ જાતિ વિષયક ગાળો બોલી હતી. જ્યારે રાત્રીના સમયે અન્ય ચાર લોકોએ માર માર્યો હતો અને 24 કલાક ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ હતી. જેની ઈ.પી.કો. કલમ 323, 337, 504(2), 116 તથા 114 અને એટ્રોસિટી એક્ટની કલમ3(2)વી, 3(1)સી(ઈ) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 25, 26 મુજબ ફરિયાદ નોધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલિસ દ્વારા ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.