છોટાઉદેપુરઃ ઘઉં,ચોખા,દાળ અને ખાંડ અને મીઠું આપવાનુ તારીખ 01.04.2020 થી ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં APL કાર્ડ ધારકો કે જેમના નામ નથી તેમને અનાજ ના મળતા તેઓએ હોબાળો મચાવ્યો હતો અને દુકાન પર થતું અનાજ વિતરણ બંધ કરાવ્યું હતું. જેથી છોટાઉદેપુરના PSI પી.વી વસાવા સ્થળ પર આવિ પહોંચ્યા હતા અને પૂરવઠા મામલતદારને બોલાવી લોકોને સમજાવ્યા હતા. જેથી ફરીથી વિતરણ શરૂ થયું હતું.
એ.પી.એલ કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો કે અમારી પાસે રાશન કાર્ડ છે. છતાં અમને અનાજ નથી મળી રહ્યું અમારા પણ રોજગાર બંધ છે, જેથી સરકાર અમોને પણ વિના મૂલ્યે અનાજ આપે. તેમજ જેમને અનાજ મળતું હતું તેમણે તેલની માગણી કરી હતી.