છોટાઉદેપુર: ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓનેએ આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે જે બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા આ ઉપક્રમ કરવામાં આવ્યો છે.
ઘેલવાંટ ગામે યોજાયો કાર્યક્રમ : સરકારની યોજનાઓને જન માનસ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં આજે જનજાતિય ગૌરવ દિવસ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆતનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગ સ્વરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના ઘેલવાંટ ગામે સ્વામીનારાયણ હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કેન્દ્ર સરકાર છેવાડા ના માનવીની ચિંતા કરી છે અને આજે બfરસા મુંડાની જન્મ જયંતિના દિવસે જનજાતિ ગૌરવ દિવસ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવ્યું છે. જે રથ છોટાઉદેપુર જિલ્લાની તમામ ગ્રામ પંચાયત સુધી પહોંચશે અને સરકારની યોજનાથી જે આદિવાસીઓ વંચિત રહી ગયાં હોય એવા લોકોને સરકારની યોજનાનો લાભ મળી રહે અને આદિવાસી સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય તેવા સરકાર પ્રયત્નો હાથ ધરી રહી છે.. રમણભાઈ સોલંકી (નાયબ મુખ્ય દંડક)
જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિ : આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો અને અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ ઉપર સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓએ યોજના થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી. વધુમાં સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે નવા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન : કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાં સાકાર કરવાની શપથ લઇ ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકવાની વાત કરી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ગામે ગામ ફરનાર રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.