ETV Bharat / state

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પહેલી વખત છોટા ઉદેપુરની મુલાકાતે આવશે - ક્વાં

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ 1 અને 2 જાન્યુઆરીએ પહેલી વખત છોટા ઉદેપુર આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે. સી. આર. પાટીલ સંખેડા તાલુકાના ગોલાગામડી ચાર રસ્તા પાસે સવારે આવશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ કાલે પહેલી વખત છોટા ઉદેપુરની મુલાકાતે આવશે

author img

By

Published : Dec 31, 2020, 4:52 PM IST

Updated : Dec 31, 2020, 5:15 PM IST

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આવશે છોટા ઉદેપુર
  • પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ
  • સી. આર. પાટીલ બોડેલી, નસવાડી, ક્વાંટની મુલાકાત લેશે

છોટાઉદેપુરઃ આવતી કાલે શુક્રવારે પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે આવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ માટે તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. સી. આર. પાટીલ સંખેડા તાલુકાના ગોલાગામડી ચાર રસ્તા પાસે સવારે 10.45 વાગ્યે આવશે. અહીં જિલ્લા પ્રમુખ રશ્મિકાન્ત વસાવા સહિત કાર્યકરો તેમનું ભવ્ય સ્વાગત કરશે. તેઓ સવારે 11 વાગ્યે જિલ્લા અધ્યક્ષના નિવાસસ્થાન લોટિયા ખાતે શુભેચ્છા મુલાકાત કરશે. બપોરે 12 વાગ્યે પાવી જેતપુર ખાતે કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવશે.

દરબાર હોલમાં ભાજપ સંગઠન સાથે બેઠક કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે

આ સાથે બપોરે 12.45થી 13.45 વાગ્યા સુધી છોટાઉદેપુર જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનની સંકલન સમિતિની બેઠક કરશે. ત્યારબાદ છોટાઉદેપુર ખાતે પુરોહિત ફળિયામાં જનસંઘના કાર્યકર પ્રદ્યુમન કાંતિલાલ પુરોહિતના નિવાસસ્થાને જઈને મુલાકાત કરશે. આ ઉપરાંત દરબાર હોલમાં સંગઠનની બેઠક કરશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપશે. બપોરે 16.30થી 16.45 વાગ્યા સુધી ક્વાંટ ખાતે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના નિવાસસ્થાને મુલાકાત લેશે. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સાંજે 17.30થી 18.30 વાગ્યા સુધી નસવાડી ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં એકલવ્ય તીરંદાજી એકેડમી અને પ્રદેશ અધ્યક્ષને સેનિટાઈઝર, માસ્ક વડે તુલા કરવામાં આવશે. સાંજે 19.15 વાગ્યે બોડેલી જિલ્લા અધ્યક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 19.3થી 20.30 વાગ્યા સુધી બોડેલી ખાતે વિવિધ સમાજના આગેવાનો અને ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરશે. રાત્રે 20.30થી 21.30 વાગ્યા સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બેઠક લેશે.

વિવિધ તાલુકામાં સી. આર. પાટીલ કાર્યકર્તાઓની મુલાકાત લેશે

2 જાન્યુઆરીએ સવારે 9થી 9.30 વાગ્યે પરિવાર ક્ષેત્રના આગેવાનો સાથે અલ્પાહાર કરશે. સવારે 9.30થી 10.30 વાગે બોડેલી ખાતે પ્રદેશ અધ્યક્ષ વ્યક્તિગત મુલાકાત લેશે. સી. આર. પાટિલ વિવિધ તાલુકામાં જઈ કાર્યકર્તાઓની મુલાકાત લેશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં જઈને કાર્યકરો, સામાજિક અને ધાર્મિક આગેવાનો, સંતો, મહંતો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જનસંઘના કાર્યકરો સાથે મુલાકાત કરશે.

Last Updated : Dec 31, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.