ETV Bharat / state

Bear attact on Man: છોટા ઉદેપુરમાં યુવાન બન્યો રીંછનો શિકાર - Primary Health Center

પાવી જેતપુર તાલુકાના આંબાખૂંટ ગામમાં યુવાન પર રીંછે હુમલો કરતાં ગામના લોકો ભયભીત બન્યાં છે. યુવાન પોતાના ખેતરથી ઘરે પરત ફરતા સમયે રીંછે હુમલો કર્યો (Bear attact on Man) હતો. આ હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ (Vadodara SSG Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ આ ઘટના અંગે વનવિભાગને (Forest Department Gujarat) જાણ થતાં વનવિભાગની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Primary Health Center in India:  છોટાઉદેપુર જિલ્લા ખાતે રીંછનો શિકાર બન્યો 25 વર્ષીય યુવાન

author img

By

Published : Jan 2, 2022, 3:34 PM IST

છોટા ઉદેપુર: જિલ્લાના પાવી જેતપુર તાલુકાનાં આંબાખૂંટ ગામનો 25 વર્ષીય ધર્મેશ મંગુ રાઠવા નામનો યુવાન શનિવારની સાંજના સમયે પોતાના ખેતરથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક રીંછે યુવક પર હુમલો કર્યો (Bear attact on Man) હતો. આ હુમલામાં યુવકના મોઢાનાં ભાગ પર ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. યુવક પર હુમલો કરીને રીંછ ત્યાંથી નાસી છૂટ્યું હતું.

ઘટના વિશે જાણ થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી

રીંછના હુમલા બાદ યુવક બૂમાબૂમ કરતા ગામના લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા. આ બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકના નજીકના કદવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર બનતા વડોદરાની SSG હોસ્પિટલ (Vadodara SSG Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે.

શિકાર બનેલો યુવાન SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ

રીંછ દ્વારા યુવક પર કરવામાં આવેલા હુમલા બાદ વનવિભાગની ટીમ (Forest Department Gujarat) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હુમલા બાદ ગામના લોકો ભયભીત હાલતમાં જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો:

મુંબઈ: મહિલાએ દિપડાથી બચાવ્યો પોતાનો જીવ

બનાસડેરી અને વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.