વેકસિન માટે 04 સેન્ટર બનાવમાં આવશે
7190 ડોઝ 719 વાઇલ સાથે આવ્યા
વેક્સિન 6110 હેલ્થ વર્કર ને અપાશે
છોટાઉદેપુર :જેની આતુરતા થી રાહ જોવાઇ રહી હતી. તે કોરોના વેકસિન મોડી રાત્રે છોટાઉદેપુર ફતેપુરા સ્વામિનારાયણ સોસાઈયટી ખાતે બનાવેલ સ્ટોરેજ ખાતે આવી પહોંચી હતી.જ્યાં પોલીસ બંદોસ્ત સાથે મુકવામાં આવી હતી. ત્યાંથી 16.01.2021 ના રોજ સવારે સૂર્યા ઘોડ, સેડીવાસન,સુષકાલ અને પાલસડાં ખાતે રવાના કરવામાં આવશે.7190 ડોઝ 719 વાઇલમાં આવેલ ને 6110 હેલ્થ વર્કરોને ને આપવામા આવશે.
સૂર્યા ઘોડા ખાતે થી વેકસિન ની શરૂઆત કરાશે
કેબિનેટ પ્રધાનની હાજરીમાં 16.01.2021ના રોજ હેલ્થવરકારો ને વેકસિન આપવાની શરૂઆત કરવામાં આવશે.તેમજ પહેલો ડોઝ આપવામા આવશે.ત્યારબાદ સરકાર માંથી આદેશ આવયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે. તેમ સ્ટોરેજ ઇન્ચાર્જ સદામ હુસેન મકરનીએ જણાવ્યું હતું.