છોટાઉદેપુર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાના પ્રચાર માટે આજે બોડેલી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની જાહેર સભા યોજાઈ હતી, ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં યોજાયેલી સભામાં અંધશ્રધાનું ભૂત ધુનાવાની ઘટના સામે આવી છે.
સભામાં અમિત શાહનું ભાષણ શરુ થતા જ પ્રેક્ષકમાં બેઠેલી એક મહિલા જોર જોરથી ધુણવા લાગી હતી. પોતાને કાલિકા માતા ગણાવતી ચાલુ ભાષણમાં મહિલાએ કરેલા પ્રદર્શનને લઇ આ આદિવાસી મહિલા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
અમિત શાહના ચાલુ ભાષણમાં સતત પાંચ મિનિટ સુધી મહિલાએ કરેલા પ્રદર્શનને લઇ અમિત શાહનાં ભાષણમાં વિક્ષેપ પડ્યો હતો અને અમિત શાહને પોતાનું ભાષણ અટકાવવાની ફરજ પડી હતી. આ મહિલા આદિવાસી ભાષામાં ‘’હાચી બોલજો ...હાચી બોલજો ...ઝૂઠાની બોલતા ...ભગવાનનાં સોમ ‘’ બોલી અમિત શાહને સાચું બોલવા, ઝુઠું નહિ બોલવા ભગવાનના સમ આપી રહી હતી.
આદિવાસી મહિલાને પોલીસે ખુબ સમજાવી તેને ત્યાંથી હટાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ આ મહિલા ટસની મસ ન થઇ આ સમયે પોતાનું ભાષણ અટકાવી અમિત શાહે પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટને અને ભાજપના સ્વયં સેવકો અને કાર્યકર્તાઓને આ આદિવાસી મહિલાને સાઈડ ઉપર લઇ જવાની તાકીદ કરી હતી .