છોટાઉદેપુર : વિદેશી દારૂની હેરાફેરી(Alcohol Case In Chhota Udepur) માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં આવે છે. ત્યારે મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વધુ એક નવો કીમિયો અજમાવી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બે શખ્સોને છોટાઉદેપુર પોલીસે 13.66 લાખના મુદ્દામાલ(Chhota Udepur Police Crime Wine) સાથે કલારાણી પાસેથી ઝડપી પાડયા છે.
ટ્રેક્ટરના થ્રેસરમા ચોરખાનું બનાવી દારુની હેરાફેરી
ટ્રેક્ટરના થ્રેસરમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો(Alcohol Smuggling in a Tractor in Chhota Udepur) જથ્થો સંતાડી મધ્યપ્રદેશથી ગુજરાતમાં વાયા કવાંટ થઈ બોડેલી તરફ લઇ જવાતો હોવાની છોટાઉદેપુરના Dysp એવી કાટકરને બાતમી મળી હતી. ત્યારબાદ Dysp કચેરીના પોલિસ કર્મીઓએ કલારાણી પાસે ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનું થ્રેસર સાથે જોડેલ ટ્રેક્ટર આવતા તેની તપાસ કરી હતી.
13.66 લાખના મુદ્દામાલ જપ્ત
તપાસ કરતા થ્રેસરમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની(Foreign liquor from Chhota Udepur) વિવિધ બ્રાન્ડની 2320 બોટલો જેની કિંમત 9.64 લાખ તેમજ થ્રેસર સાથેનું ટ્રેક્ટર, મોબાઈલ, અને રોકડ સહિત કુલ રૂપિયા 13.66 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રેક્ટરમાં સવાર હરિયાણાના બે શખ્સોની અટકાયત કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પલસાણા પોલીસે એક સાથે નવ ચોરીનો ભેદ ઉકેલ્યો
આ પણ વાંચોઃ સુરતમાં રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ, સાંકી ગામના એક ફ્લેટમાંથી 1.14 કરોડનો ગાંજો ઝડપાયો