- વર્ષોથી ટામેટાંની ખેતી કરતા ખેડૂતે ઈન્ટરનેટનો સહારો લીધો
- સારો ગ્રોથ અને કવોલટીને લઈને ટામેટાની માંગ ઉઠી
- નવી પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતે આવક બમણી કરી
છોટાઉદેપુર: બોડેલી તાલુકાનાં સાલપુરા ગામમાં રહેતાં વિજય પટેલ નામનાં ખેડૂત વર્ષોથી ટામેટાની ખેતી કરે છે. પરંતુ જોઈએ એટલો સારો ઉતારો મળતો ન હતો. સારૂ બિયારણ અને મહેનત કરવા છતાં તેનું પૂરતું વળતર પણ મળતું ન હતું. જેના કારણે તેમણે નવતર પ્રયોગ અજમાવીને રીંગણના છોડ પર કલમ કરી ઉપર ટામેટાંના છોડને લગાડ્યો છે. જેના કારણે ગ્રોથ અને ક્વોલિટી બંને સુધરી ગઈ છે.
વિજયભાઈએ રીંગણનાં છોડમાં રોગ પ્રતિકાત્મક શક્તિ વધુ હોવાથી તેનો ઉપયોગ કર્યો છે. રીંગણનાં છોડને કલમ કરીને ઉપર ટામેટાંનાં છોડને લગાડ્યો છે. જેનાં પરથી તેઓને થોડા જ સમયમાં સારૂ પરિણામ મળ્યું હતું. જેમાં ગ્રોથ અને કવોલિટી ઘણી સારી મળતા વિજય ભાઈનાં ટામેટાની માંગ વધી છે. જેને લઈને આવક પણ બમણી મળતા વિજય ભાઈએ કરેલા અખતરાને લઈને બીજા અન્ય ખેડૂતો પણ તેમની સલાહ લેવા આવી રહ્યા છે.
સરકાર તરફથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળે તેવી તેઓને આશા હોય છે. જે એક અલગ પ્રકારની ખેતી વિજયભાઈ કરી છે, તેને લઈને અન્ય કેટલાય ખેડૂતો આ પ્રકારની ખેતી કરે તે માટે ટામેટાંના આ ખેતરની મુલાકાત લઈને આ પદ્ધતિથી ખેતી કરવા માટેની સલાહ લઈ રહ્યા છે. જે છોડ ઉપર ટામેટાંનું પુષ્કળ પ્રમાણમાં ઉપજ આવી છે, તેનાં મૂળ રીંગણનાં છે. કુદરતનાં નિયમો વિરુદ્ધ જઇને પણ ખેડૂતે આ સફળતા મેળવી છે. જો બાગાયત વિભાગ તેમાં મદદ કરે તો આ વિસ્તારનાં ખેડૂતો ચોક્કસ ખેતીમાં ક્રાંતિ લાવી શકે તેમ છે.