ETV Bharat / state

ક્રિકેટ રમતા બાળકોનો વિચાર બદલાયો, તળાવમાં નાહવા પડેલા 2 મિત્રોના મોત - gandhinagar

ગાંધીનગરઃ દહેગામ તાલુકાના સાપા ગામમાં બુધવારે તળાવમાં ડૂબી જવાથી 2 મિત્રોના મોત થયા હતા. ગામની પાસે આવેલા ખાલી મેદાનમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન બોલ તળાવ પાસે ગયો હતો. ત્યારબાદ ક્રિકેટ રમતા મિત્રોનો વિચાર બદલાયો અને 4 મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન 2 મિત્રોના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 2નો આબાદ બચાવ થયો હતો.

મૃતક
author img

By

Published : Apr 11, 2019, 4:09 AM IST

શાળાઓમાં વેકેશન પડી ગયું હોવાથી બાળકો ખુલ્લા મેદાનમાં જઈને ક્રિકેટ સહિતની રમતો રમતા હોય છે. ત્યારે બુધવારે દહેગામ તાલુકાના સાપા ગામમાં કેટલાક મિત્રો ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે યુવકે બોલને ફટકારતા બોલ તળાવ કિનારે પહોંચ્યો હતો. બોલ લેવા જતા પાણી જોઈને ક્રિકેટની રમત બાજુમાં મૂકીને બધા મિત્રોને તળાવમાં પડી નાહવાનો વિચાર આવ્યો હતો. ત્યારે નાહવા પડેલા બાળકો ડૂબવા લાગતા 2 જાતે બચાવ કરીને બહાર નિકળી ગયા હતા. જ્યારે બીજા બે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

તળાવમાં નાહવા પડ્યા બાળકનું મોત

આ ઘટનામાં 10 વર્ષિય અરમાન રમજાન ભાઈ મન્સુરી અને 15 વર્ષિય ચિરાગ કેશવભાઈ ઠાકોર તળાવમાં ડૂબી જવાથી બન્નેનું મોત થયું હતું. જ્યારે 12 વર્ષિય કલવ દશરથભાઈ ઠાકોર અને 13 વર્ષિય કલ્પેશ પ્રવિણભાઈ ઠાકોરનો આબાદ બચાવ થયો હતો. તળાવમાં નાહવા પડેલા બાળકો ડૂબતા સ્થાનિકો દ્વારા દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી નહિ આવતા ગામના જ એક દેવીપૂજક યુવાન દ્વારા બાળકોને બચાવવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 2ને ઉગારી લીધા હતા. પરંતુ અન્ય 2 બાળકોને બચાવી ન શકતા મોતને ભેટ્યા હતાં.

R_GJ_GDR_RURAL_02_10_APRIL_2019_STORY_TWO CHILD DATH DAHEGAM_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) સાપા ગામમાં ક્રિકેટ રમતા બાળકોનો વિચાર બદલાયો અને બે મિત્રોને મોત ભરખી ગયું, 2નો બચાવ

ગાંધીનગર,

દહેગામ તાલુકાના સાપા ગામમાં બુધવારે બપોરે તળાવમાં ડૂબી જવાથી બે મિત્રોના કમકમાટીભર્યા મોત થયા હતા. ગામની પાસે આવેલા ખાલી મેદાનમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન બોલ તળાવ પાસે ગયો હતો. ત્યારબાદ ક્રિકેટ રમતા મિત્રોનો વિચાર બદલાયો અને ચાર મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન બે મિત્રોના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે બે નો આબાદ બચાવ થયો હતો.

શાળાઓમાં વેકેશન પડી ગયું હોવાથી બાળકો ખુલ્લા મેદાનમાં જઈને ક્રિકેટ સહિતની રમતો રમતા હોય છે. ક્યારે આજે બુધવારે દહેગામ તાલુકાના સાપા ગામમાં કેટલાક મિત્રો ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે યુવકે બોલને ફટકારતા તળાવ કિનારે દડો પહોંચ્યો હતો, પાણી જોઈને ક્રિકેટની રમત બાજુમાં મૂકીને આ મિત્રોએ તળાવમાં પડી નાહવા નો વિચાર કર્યો હતો. ત્યારે નાહવા પડેલા બે મિત્રો ડૂબવા લાગતા જાતે બચાવ કરીને બહાર નીકળી ગયા હતા જ્યારે બીજા બે મિત્રો પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા.

10 વર્ષીય અરમાન રમજાન ભાઈ મન્સૂરી અને 15 વર્ષીય ચિરાગ કેશવભાઈ ઠાકોર તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે 12 વર્ષીય કલવ દશરથભાઈ ઠાકોર અને 13 વર્ષીય કલ્પેશ પ્રવીણભાઈ ઠાકોર નો આબાદ બચાવ થયો હતો તળાવમાં નાહવા પડેલા બાળકો ડૂબતા સ્થાનિકો દ્વારા દહેગામ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઝડપથી નહી આવતા ગામના જ એક દેવીપૂજક યુવાન દ્વારા બાળકોને બચાવવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું જેમાંથી બે ને ઉગારી લીધા હતા. પરંતુ અન્ય બે બાળકોને બચાવી ના શકતા મોતને ભેટ્યા હતાં.

અંતરિયાળ ગામડામાં ખનીજ ચોરી માટે મનફાવે તે રીતે પાણી ના હોય તે દરમિયાન તળાવમાંથી માટી ખોદીને પ્રો પાંડા જ કરવામાં આવતું હોય છે. પરિણામે સ્થાનિક લોકોને ખ્યાલ હોતો નથી કે તળાવ કેટલું છે રાત્રી દરમિયાન ખનીજચોરો માટી ખોદી જતા હોય છે. આજ પ્રકારના કૌભાંડે આજે બે કુમળા બાળકોને ભોગ લીધો છે. ત્યારે સમગ્ર પંથકમાં આ બનાવને લઇને અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતા તળાવ કિનારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. જ્યારે આ બાળકોના પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.