ETV Bharat / state

ગાંધીનગરના CHC અને PHC તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ નહીં થાય તો લેવાશે પગલા - PHC

ગાંધીનગરઃ ગાંધીનગરમાંથી પસાર થતી નર્મદા નહેરમાં અનેક લોકો કૂદકો મારીને પોતાની જીવનલીલા સંકેલી નાખે છે. ત્યારબાદ તેમના મૃતદેહ માટે સરહદોની રામાયણ ઊભી થતી હોય છે. પોલીસ વિભાગ દ્વારા પણ પોતાની હદને લઈને અનેક વખત મૃતદેહ રઝડાવ્યા છે. ત્યારે હવે મૃતદેહના પોસ્ટમોર્ટમને લઈને ગાંધીનગર તાલુકામાં આવેલા CHC અને PHCના ડોક્ટરો આડોડાઇ કરી રહ્યા છે. સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમની વ્યવસ્થા હોવા છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે અને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ફરજિયાત પોસ્ટમોર્ટમ કરવા માટે રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Jun 3, 2019, 4:50 PM IST

ગાંધીનગર જિલ્લામાં અંતરિયાળ ગામડામાં આરોગ્યની સુવિધા મળી રહે તેવા માટે CHC અને PHC સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સેન્ટરો ઉપર સામાન્ય બીમારીની સારવાર કરવામાં આવતી હોય છે. ગંભીર બીમારીમાં દર્દીઓને ગાંધીનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. ત્યારે હવે PHC સેન્ટરના તબીબો પોતાના વિસ્તારમાં આવેલી બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે હાથ ખંખેરી રહ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં આવેલા CHC અને PHC સેન્ટરના તબીબો આરામ ફરમાવવામાં ટેવાઈ ગયા હોવાથી તેમના વિસ્તારમાં મળી આવેલી મૃતદેહને સીધો ગાંધીનગર હોસ્પિટલ લઈ જવા માટે જણાવવામાં આવે છે. પરિણામે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછત વચ્ચે દર્દીઓની સારવાર કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પત્ર લખીને જણાવવામાં આવ્યું કે, પોલીસ દ્વારા મૃતદેહને લાવવામાં આવે છે. તેને તબીબી સંસ્થાના ફરજ પરના અધિકારીઓએ તેનું પોસ્ટમોર્ટમ કરવાનું રહેશે. આ બાબતનું પાલન નહીં કરનાર જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. ગાંધીનગર તાલુકામાં પોસ્ટમોર્ટમ કરવાને લઈને ખૂબ જ સમસ્યા ઉભી થાય છે. સામાન્ય સંજોગોમાં પણ CHC અને PHCના તબીબો પોસ્ટમૉર્ટમ કરતાં નથી. રજાના દિવસે જો મૃતદેહ મળી આવે તો તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે આદેશ કરી દેવામાં આવે છે. પણ પોતે તેમની ફરજ નિભાવતા નથી. ત્યારે હવે જો આ બાબતે CHC તબીબો પોસ્ટમોર્ટમ નહીં કરે અને પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી નાખશે, તો તેમની સામે ચોક્કસ પગલા ભરવામાં આવશે તે બાબતે બેમત નથી.

Intro:હેડિંગ) પોસ્ટમોર્ટમ કરવામાં આળસુ PHC, CHCના તબીબો ગાંધીનગર સિવિલના માથે જવાબદારી ઢોળે છે !!

ગાંધીનગર, ફાઇલ ફોટો મુકવો

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરમાં અનેક લોકો કૂદકો મારીને પોતાની જીવનલીલા સંકેલી નાખે છે. ત્યારબાદ તેમના મૃતદેહ માટે સરહદોની રામાયણ ઊભી થતી હોય છે. પોલીસ વિભાગ દ્વારા પણ પોતાની હદને લઈને અનેક વખત મૃતદેહો રઝડાવ્યા છે. ત્યારે હવે મૃતદેહના પોસ્ટમોર્ટમને લઈને ગાંધીનગર તાલુકામાં આવેલા સીએચસી અને પીએચસીના ડોક્ટરો આડોડાઇ કરી રહ્યા છે. સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમની વ્યવસ્થા હોવા છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. અને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ફરજિયાત પોસ્ટમોર્ટમ કરવા માટે રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે.

Body:ગાંધીનગર જિલ્લામાં અંતરિયાળ ગામડામા આરોજ્ઞની સુવિધા મળી રહે તે માટે સી.આર.સી.અને પીએચસી સેન્ટર ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સેન્ટરો ઉપર સામાન્ય બીમારીની સારવાર કરવામાં આવતી હોય છે. ગંભીર બીમારીમાં દર્દીઓને ગાંધીનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. ત્યારે હવે પી.એચ.સી સેન્ટરના તબીબો પોતાના વિસ્તારમાં આવેલી બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે હાથ ખંખેરી રહ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં આવેલા સીએચસી પીએચસી સેન્ટરના તબીબો આરામ ફરમાવવામાં ટેવાઈ ગયા હોવાથી તેમના વિસ્તારમાં મળી આવેલી મૃતદેહને સીધો ગાંધીનગર હોસ્પિટલ લઈ જવા માટે જણાવવામાં આવે છે. પરિણામે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછત વચ્ચે દર્દીઓની સારવાર કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે.

Conclusion:સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પત્ર લખી ને જણાવવામાં આવી છે કે પોલીસ દ્વારા મૃતદેહને લાવવામાં આવે છે. તે તબીબી સંસ્થાના ફરજ પરના અધિકારીઓએ તેનું પોસ્ટમોર્ટમ કરવાનું રહેશે આ બાબતનું પાલન નહીં કરનાર જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. ગાંધીનગર તાલુકામાં પોસ્ટમોર્ટમ કરવાને લઈને ખૂબ જ સમસ્યા ઉભી થાય છે સામાન્ય સંજોગોમાં પણ સીએચસી, પીએચસીના તબીબો પોસ્ટમૉર્ટમ કરતાં નથી રજાના દિવસે જો મૃતદેહ મળી આવે તો તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે આદેશ કરી દેતા હોય છે. પણ પોતે તેમની ફરજ નિભાવતા નથી. ત્યારે હવે જો આ બાબતે સીએચસી તબીબો પોસ્ટમોર્ટમ નહીં કરે અને પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી નાખશે, તો તેમની સામે ચોક્કસ પગલા ભરવામાં આવશે તે બાબતે બેમત નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.