મીડિયા રીપોર્ટ પ્રમાણે, માયાવતીએ કહ્યું કે, અખિલેશ યાદવ પોતાની પત્નીને પણ જીતાડી શક્યા નથી. તેઓ યાદવ મતને એકજૂટ રાખવામાં સફળ રહ્યા નથી. જો કે, મહાગઠબંધન પર બસપાએ કોઈ ઔપચારીક પ્રતિક્રિયા આપી નથી.
માયાએ ચૂંટણીમાં નિરાશાજનક કામગીરી પર હતાશા વ્યક્ત કરતા પાર્ટીના અધિકારીઓને 'ગઠબંધન' પર નિર્ભર રહેવા કરતા પોતાના સંગઠનને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી માયાવતીએ આગાની પેટાચૂંટણીમાં પણ બસપા દ્વારા પોતાની તાકતથી ચૂંટણી લડવાની વાત કરતા ભવિષ્યમાં ગઠબંધન નહી કરવાનો સંકેત આપ્યો છે.
માયાવતીએ સોમવારે ઉત્તરપ્રદેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં કહ્યું હતું કે, બસપાને જે બેઠકો પર જીત મળી છે તેમાં માત્ર પક્ષના પરંપરાગત મત બેંકનો જ ફાળો રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બસપા અધ્યક્ષે લોકસભા ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કર્યુ હોવા છતાં બસપાના પક્ષમાં યાદવોના મત પડ્યા ન હોવાની વાત કરી હતી. તેમણે વિવિધ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવેલ ગઠબંધનમાં જે આશાઓ હતી તે પ્રમાણેના પરિણામો ન મળ્યા હોવાથી હવે બસપા પોતાનું સંગઠન મજબૂત કરી પોતાની તાકતથી ચૂંટણી લડવાની તજવીજ હાથ ધરી છે.
સમીક્ષા બેઠકમાં માયાવતીએ લોકસભાની ચૂંટણી દરમિયાન સપા અને બસપાના ગઠબંધનને ગ્રામ્ય સ્તરે મજબૂત બનાવવા ઘડવામાં આવેલ ભાઈચારાની સમિતિઓને આગળ પણ કામ રહેવાની પ્રેરણા આપી હતી.