કૃતિ સેનનની કાતિલ અદાઓ,.વરુણ ધવન અને આદિત્ય રોય કપૂરની જુગલબંદી આ ગીતને વધારે રોચક બનાવે છે. હાલમાં જ મોસ્ટ અવેટેડ ફિલ્મ કંલકનું 5મું ગીત "એરા ગૈરા" રિલીઝ થઈ ગયુ છે. આ ગીતમાં કૃતિ સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે. તો વરુણ અને આદિત્યની કૈમિસ્ટ્રી જોરદાર છે.
બંને અભિનેતાઓ એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. પ્રથમ ઝલકમાં જ પ્રેક્ષકો આ 'હીરો જોડી' ના ચાહક બની ગયા છે. 'કલંક' માં કૃતિનું આઈટમ ગીત હોવાથી કૃતિ વધારે શાનદાર લાગી રહી છે. આ ગીતને YouTube પર ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત કરી રહ્યું છે. થોડા જ કલાકોમાં આ ગીત સૌથી વધુ ટ્રેન્ડીંગ બની જાશે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 'કલંક'ના 5 ગીત રિલીઝ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા 'ઘર મોરે પરદેશીયા' આવ્યુ હતુ. ત્યારબાદ 'કલંક' નું ટાઈટલ ટ્રેક, વરુણ ધવનનું ગીત "ફર્સ્ટ ક્લાસ" ... ચોથું ગીત "તબાહ હો ગયે" અને હવે ફિલ્મનું પાંચમું ગીત 'ઐરા ગૈરા' ગીત રિલિઝ થયું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">