પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોશીએ કહ્યું કે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને નબળા વર્ગના બાળકોને તેના નિવાસ સ્થાનથી 10 કિલોમીટરના અંતરમાં આવેલી ખાનગી શાળામાં એડમિશન આપવામાં આવતું હોય છે.
ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 6 મેના રોજ પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 13 મેના રોજ પ્રવેશ મેળવવાનો હતો પરંતુ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કામગીરી બાકી હોવાના કારણે બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનું બાકી હોય તેમણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જ્યારે જે શાળાઓ પ્રવેશ આપતી નથી, તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.