ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. પરમારની બદલી કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો દ્વારા નારાજગી સાથે આ બાબતે બદલી રદ્દ કરવાની માંગ સાથે વહીવટી વિભાગ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ગ્રામજનો દ્વારા આ અગાઉ પણ જિલ્લાના વિકાસ અધિકારી સમક્ષ આરોગ્ય કર્મચારીની બદલી રોકવા રજુઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ અંગે સંતોષકારક નિર્ણય ન લેવામાં આવ્યો હોવાથી ગ્રામજનો દ્વારા ગામના આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી કરી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.