સુરત અગ્નિકાંડ મામલે દિલ્હીથી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને સુરત અગ્નિકાંડ બાબતની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારે લેખિતમાં એક ખાસ રિપોર્ટ બનાવીને આયોગમાં જમા કરાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રીય આયોગ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સુરતમાં થયેલી ઘટનાની તમામ પ્રકારની માહિતી શા માટે બાળકોને બચાવવામાં ન આવ્યા, આગ શા માટે કંટ્રોલમાં ન આવી તથા બિલ્ડીંગ અને આ ઘટનામાં જે પણ તથ્યો હોય તે અંગેનો ખાસ રિપોર્ટ તૈયાર કરવાની સુચના રાષ્ટ્રીય માનવ આયોગે ગુજરાતની રૂપાણી સરકારને નોટિસ આપી હતી.
સુરતમાં થયેલા અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 22 જેટલો મૃત્યુઆંક સામે આવ્યો છે, જ્યારે સુરત પોલીસે ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે. બિલ્ડીંગ બાંધનાર બિલ્ડર અને અન્ય એક વ્યક્તિ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. ઉપરાંત ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ તપાસના આદેશ આપ્યા હતા અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવા માટે શેરી વિકાસના અગ્ર સચિવને પણ સુરત મોકલ્યા હતા. સાથે જ લેટેસ્ટ માહિતી પ્રમાણે સુરતના ચીફ ફાયર અધિકારી એસ. કે. આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.