કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતે કહ્યું કે, ખેડૂતોનુ અહીત થશે ત્યાં કિસાન સંઘ લડાઈ લડશે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલે દુધાતે જણાવ્યું કે, પેપ્સીકો કંપની મુદ્દે 12મી મે એ સુનાવણી થવાની છે. તે પહેલા કંપની દ્વારા સમાધાનની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. જ્યારે ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠન સાથે મળીને મલ્ટીનેશનલ કંપનીઓ ભવિષ્યમાં ખેડૂતોના હક બીજા ન જમાવે અને શોષણ ના કરે તે માટે આગામી સમયમાં લડત લડવામાં આવશે.
આગામી સમયમાં કપાસનું બિયારણ અને તેની આ કાયદા હેઠળ રોયલ્ટી શોષણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ તે બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.