સીમા સુરક્ષા માટે અતિ ઉપયોગી એવા કચ્છ-બનાસકાંઠા જિલ્લાને જોડતા આ માર્ગની 80 કિમીની લંબાઇની ખૂટતી કડીઓની કામગીરી રૂપિયા 323 કરોડનાં ખર્ચે શરૂ કરવામાં આવનાર છે. કચ્છ અને બનાસકાંઠા વચ્ચે આ જૂનો રસ્તો છે જેને 2008માં સ્વીકૃતિ મળી હતી અને આજે 10 વર્ષે 80 કિમીના બાકી કામને લઈ રોડનું કામ અટકેલું છે. ફ્લેમિંગો સિટી અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરીની મંજૂરીમાં વર્ષો થયા અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી મંજૂરી મળતા આશાનું કિરણ દેખાયું છે.
આ આયોજનમાં હોવી ગડુલી ગામથી 3 કિમીનો બાયપાસ, ઝારા હાજીપીર વચ્ચે 21 કિમીનો રોડ, કુનરીયા ધોળાવીરા વચ્ચે 31 કીમિનો રોડ અને લુઉવા સાંતલપુર વચ્ચે હયાત રોડ રીપેર કરવાના બાકી છે. જ્યારે મોવના ગડકાબેટ અને ગડકાબેટથી લુઉવા વચ્ચે નવા રોડ રણ વચ્ચેથી બનાવવાના બાકી છે જેના 80 કિમી રસ્તા માટે આ બજેટ ફાળવાયું છે.
મહત્વનું છે કે, આ રોડ બની જતા બનાસકાંઠા કચ્છ વચ્ચે અંતર ઘટશે. ધોળાવીરા નજીક આવશે સુરક્ષા માટે ની હેરફેર સરળ બનશે.