દહેગામ તાલુકાની બહિયલ આઉટ પોસ્ટમાં આવતા કોદ્રાલી ગામની કોતરોમાંથી યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલો મૃતદેહ જોવા મળ્યો હતો. ગામના એક યુવકે લાશ જોતા ગામ લોકોને ઘટનાની જાણકારી આપી હતી.ત્યારબાદ પોલીસ ને જાણ કરતા બહિયલ બીટના પોલીસ કે.વી ઠાકોર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્ચી હતી. યુવકનું ગામ દસક્રોઈ તાલુકાના પાસુંજ ગામનું હોવાનુ સામે આવ્યુ હતુ.
હત્યાની શંકા સેવાતા F.S.Lની ટીમને પણ સ્થળ પર પહોચી હતી. તપાસ બાદ યુવકની લાશને દહેગામ સી.એચ સી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. બહિયલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.