ત્યારે આ સ્થિતિમાં દરિયાકિનારે આવેલા તમામ જિલ્લાના વડાઓ સાથે વિડીયો કૉન્ફરન્સથી માહિતી લેવામાં આવશે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. વધુમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્રની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાતથી ફક્ત 625 કિલોમીટર દુર હોવાને કારણે મંગળવારે મુખ્યસચિવ જે.એન.સિંધની અધ્ક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસ વડા શિવાનંદ ઝાં હાજર રહ્યા હતા. 2 કલાકની બેઠક બાદ મહેસુલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા ભરી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના દરિયાકિનારે કુલ 11 જેટલી NDRFની ટીમને તૈનાત કરી દેવાઈ છે. જ્યારે બુધવારે બપોર સુધીમાં રાજ્યમાં કુલ 35 NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવશે.
સરાકરે દરિયાકિનારાના 34 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવાઈ છે. રાજ્ય સરકારે દ્વારા આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે અને 4.5 લાખ ખેડૂતોને SMSથી જાણ કરીને સાવચેત કરાયા છે. વાવાઝોડા પર સતત મોનિટરિંગ કરવા માટે વેરાવળમાં તત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.
પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને કારણે રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓ જેવા કે, અમરેલી ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ભાવનગર પ્રભાવિત થશે. કોઇ વધારાની સમસ્યાના ન સર્જાય તે માટે અગાઉથી આર્મી સાથે વાતચીત કરવામાં આવી છે અને આવતીકાલ સવારથી આર્મીની ટિમો આવી તૈનાત થઈ જશે. હવામાન વિભાગ પ્રમાણે, વાયુ વાવાઝોડું અત્યારે વેરાવળ અને દિવની વચ્ચે છે. ગુજરાતની નજીક આવીને વાયુ વાવાઝોડુ ટકરાશે જેથી 120 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે. જ્યારે રાજ્ય સરકારે ઇરમજન્સીને પહોંચી વળવા માટે ફોરેસ્ટ વિભાગની ટિમ બનાવી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાંએ જણાવ્યુ હતુ કે, વાયુ વાવાઝોડાને લઇને સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને વધુ જણાશે તો, SRPની ટુકડીઓને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક કક્ષાએ હાજર રહેશે.
કઇ જગ્યાએ કેટલી એનડીએફની ટીમો તૈનાત.
ગુજરાતમાં કઇ જગ્યાએ કેટલી NDRFની ટીમ ખડેપગે
- કચ્છમાં 2 ટીમ
- માળિયા 1 ટીમ
- લાલપુર 2 ટીમ
- ઓખામંડળ 2 ટીમ
- પોરબંદર 3 ટીમ
- કોડીનાર 5 ટીમ
- જાફરાબાદ 4 ટીમ
- મહુવા તાલાળા 4 ટીમ
- ઓલપાડ 1 ટીમ
- પારડી 1 ટીમ
- રાજકોટ 1 ટીમ
- જામનગર 1 ટીમ