ઊંઝા
- મહેસાણાની ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આખરે કોંગ્રેસે કામુ પટેલને ટિકિટ આપી છે. કામુ પટેલ ઉમિયાધામ સંસ્થાન સાથે સંકળાયેલા છે. જ્યારે ભાજપમાંથી આશા પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. ઊંઝા વિધાનસભા બેઠક પર બન્ને પાટીદાર નેતા વચ્ચે ટક્કર છે. મહત્વનું છે કે, ઊંઝા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. ઊંઝા બેઠક પર ભાજપે આશાબેન પટેલને જ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ઊંઝા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. આશાબેન પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. અહીં ભાજપને નારણ પટેલની નારાજગી નડી શકે છે.
ધ્રાંગધ્રા
- ધ્રાંગધ્રામાં પરસોત્તમ સાબરિયા સામે દિનેશ પટેલ વચ્ચે સીધો જંગ છે. અહીં પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા વિધાનસભા માટે પરસોત્તમ સાબરિયાને જ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે દિનેશ પટેલને ઊભા રાખ્યાં છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ધ્રાંગધ્રામાં પણ જ્ઞાતિગત સમીકરણો મહત્વનો ભાગ ભજવશે.
માણાવદર
- જૂનાગઢની માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. અરવિંદ લાડાણી હંમણા સુધી જવાહર ચાવડા સાથે હતા. જોકે, જવાહર ચાવડા ભાજપમાં ગયા ત્યાર બાદ અરવિંદ લાડાણી કોંગ્રેસમાં જોડાયા હતા. માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય જવાહર ચાવડા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણી ભાજપે જવાહર ચાવડાને જ માણાવદર બેઠકની ટિકિટ આપી છે. જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે. માણાવદર બેઠક પર કુલ 8 ઉમેદવાર ચૂંટણી લડશે. NCP ઉમેદવાર રેશ્મા પટેલ પણ ચૂંટણી લડશે. જેથી ત્રિકોણીયો જંગ જોવા મળશે.
જામનગર ગ્રામ્ય
- જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ ઉમદેવાર તરીકે જયંતિ સભાયાને ટિકિટ મળી છે. ભાજપના પાટીદાર ઉમેદવારની સામે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યો છે,તો ભાજપે લેઉવા પટેલ પાટીદાર રાઘવજી પટેલને મેદાને ઉતાર્યાં છે. જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂટાયેલા રાઘવજી પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપે રાઘવજીને જ ઉમેદવાર બનાવ્યાં છે, તો કોંગ્રેસે પાટીદાર નેતા જયંતી સભાયાને ટિકિટ આપી છે. જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જામનગર ગ્રામ્યની બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ છે. બંને મુખ્ય પક્ષ દ્વારા પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અહીં કાંટાની ટક્કર થશે.