ATM ખાલી રહેવાની સમસ્યાઓમાંથી હવે ગ્રાહકોને મુક્તિ મળી શકે છે. આ સમસ્યા નિવારવા RBIએ કડક વલણ અપનાવ્યું છે.
શું છે નવો નિયમ?
બેંકના એટીએમ હવે ત્રણ કલાકથી વધુ સમય સુધી ખાલી નહી રહી શકે. દેશની સામાન્ય જનતા અને બેંકિંગ સેક્ટરના એક્સપર્ટ દ્વારા રીર્ઝવ બેંકમાં અનેક ફરિયાદો કરવામાં આવી હતી. રીર્ઝવ બેંકને ખાલી એટીએમ હોવાની અનેક ફરિયાદો મળતી હતી, જેથી ફરિયાદોને ધ્યાનમાં લઇને RBIએ લાલ આંખ કરી છે .RBIએ બેંકોને કડક સૂચના આપતા જણાવ્યું છે કે, કોઇ એટીએમ ત્રણ કલાકથી વધારે ખાલી ના રહેવું જોઇએ, જો કોઇ એટીએમમાં રોકડા પુરા થઇ જાય તો બેંકે ત્રણ કલાકની અંદર ATMમાં ફરીથી પૈસા ભરી દેવાના. જો ત્રણ કલાકમાં રોકડા ભરવામાં નહી આવે તો બેંક પર દંડની જોગવાઇ કરી હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.
કેમ ATM રહે છે ખાલી
બેકિંગ સેક્ટરના એક્સપર્ટ દ્વારા માનવામાં આવે છે કે, ATMમાં કેશ ભરવા માટે બેંકો આળસ કરતી હોય છે. પરંતુ બેંકના ઉચ્ચ અધિકારીઓ માને છે કે વર્તમાન સમયમાં ATMમાં કેશ ફ્લો સરળ રીતે આગળ વધી રહ્યો છે. જ્યારે છેલ્લા અનેક દિવસથી જે ફરિયાદો મળતી હતી, તેનુ મુખ્ય કારણ બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ ન હતી.
ATMમાં કેશ નથી એ કેવી રીતે ખબર પડશે
ATMની અંદર રહેલ સેન્સર પણ બેંકને જાણ કરે છે કે ATMમાં કેટલી કેશ છે અને કેટલી બાકી છે. જ્યારે ATMમાં કેશ ખાલી થઇ જાય ત્યારે પણ ATMમાં ગોઠવેલ સીસ્ટમ સીધી બેંકને જાણ કરે છે. જેથી બેંકો કોઈ પણ જાતની છટકબારી કે બહાનાબાજી નહીં કરી શકે.