શુક્રવારે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં જાહેરાત કરી હતી કે, પૂર્વ ગવર્નર ઓ.પી. કોહલી બાદ ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે. જેની સોમવારે 22 જુલાઈના રાજભવન ખાતે શપથવિધિ યોજવામાં આવશે.
જેને લઈને રાજભવન દ્વારા ખાસ આમંત્રણ કાર્ડ બનવવામાં આવ્યા છે. શુક્રવારે ખાસ કરીને રાજ્યના તમામ કેબિનેટ પ્રધાન અને રાજ્ય કક્ષાના પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોમવારે રાજભવન ખાતે યોજવામાં આવનારા ખાસ કાર્યક્રમની વિગતો
- સવારે રાજ્યપાલનું આગમન
- મુખ્યસચિવ જે.એન. સિંઘ દ્વારા નિયુક્તિ અધિપત્રનું વાંચન
- મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા રાજ્યપાલને સોગંદવિધિ કરાવશે
- સોગંદવિધિ બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે રાજ્યપાલનું પ્રસ્થાન
ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આર્ય સમાજના પ્રચારક છે. આચાર્ય હિમાચલના રાજ્યપાલ સાથે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રમાણિકતા અને ડિસપ્લીન માટે જાણીતા છે.