કહેવાય છે કે, ખુદ મહાદેવે બોટાદના વતની પ્રેમશંકર દવેના સપનામાં આવી કહેલું કે, આ વિસ્તારમાં ખોદકામ કરશો તો એક શિવલીંગ મળશે. જેથી પ્રેમશંકર દવેએ કપિલધાર વિસ્તારમાં ખોદકામ કરાવતા અહીં 16 ફૂટની લંબાઈ તથા આઠ ફુટની પહોળાઈવાળું મોટું શિવલિંગ મળી આવ્યું હતું. જેથી સ્વયંભુ પ્રગટ થતા આ જગ્યાનું નામ સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું છે.
અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં પ્રેમશંકર દવેનું અવસાન થતા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ મંદિરનો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં લોકો પૂજા-આરતી કરે છે. અહીં લોકો દર્શનાર્થે પણ આવે છે.