- ધાર્મિક કાર્યો પર કોરોનાની અસર
- ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ નિમિતે ભક્તો માટે મંદિર રહેશે બંધ
- અભિષેક, અન્નકુટ અને આરતીના દર્શન ઓનલાઈન કરી શકાશે
ગઢડા: ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ નિમિતે ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અભિષેક, અન્નકુટ અને આરતીના દર્શન ભક્તો ઓનલાઈન કરી શકે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
ગોપીનાથજી સ્વામિનારાયણ 28 ઓક્ટોબરે રહશે બંધ
ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરના 191માં પાટોત્સવ નિમિતે 28 ઓકટોબરના રોજ મંદિર હરિભક્તો માટે બંધ રહશે. કોરોના સંક્રમણને ધ્યાને લઇ ભક્તોની ભીડના થાય તે માટે મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓનલાઈન દર્શનની વ્યવસ્થા
ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું ગઢડાનો અને ગઢડા મારું. એટલે ગઢડાને સ્વામિનારાયણના ગઢડા તરીકે પણ ઓળખવામાં આવે છેે. અહી આવેલા ગોપીનાથજી સ્વામિનારાયણ મદિર કે, જ્યાં દર વર્ષે મદિરનો પાટોત્સવ ધામાધૂમથી ઉજવામાં આવે છે. જેમાં દુર દુરથી હજારો હરી ભક્તો દર્શન માટે આવતા હોય છે. પરતું આ વર્ષે કોરોના સંક્રમણના કારને ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરનો 191માં પાટોત્સવ નિમિતે મંદિર હરીભક્તો માટે સંપૂર્ણ પણે બંધ રહેશે અને મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ બંધ રાખવામાં આવશે. અભિષેક, અન્નકુટ અને આરતીના દર્શન ભક્તો ઓનલાઈન કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે.