ETV Bharat / state

બરવાળા નગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ, પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ - ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવ

બોટાદઃ બરવાળા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડા ભરાયા છે. તેમજ સફાઇનો અભાવ દેખાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનમાં પણ કોઈપણ કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન , ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવ
author img

By

Published : Sep 27, 2019, 10:04 AM IST

બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનમાં પણ સફાઈની કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. જેથી બરવાળા શહેરમાં અલગ અલગ જગ્યાએ ગંદકીના અને ઉકરડાના થર જામેલા છે, ઠેકઠેકાણે પાણીના ખાડા ભરાયેલા છે. અમુક જગ્યાએ ઘાસ ઊગી ગયેલા છે, ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે, લોકો ખૂબ હેરાન થઈ રહ્યાં છે. ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થયેલ છે, નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી છે. છતાં આ અંગે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન , ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવ

જેથી બરવાળા શહેરના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. બરવાળા નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ ક્યારે કરવામાં આવશે? તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તેમજ પ્રિમોન્સુન કામગીરી માટે રોડ રસ્તા રીપેર કરવામાં આવશે કે કેમ તેમજ ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડા કયારે પુરવામાં આવશે, તે મુદ્દે લોકો તંત્ર પાસે જવાબ માંગી રહ્યાં છે. ત્યારે હવે પાલિકા પ્રશાસન ક્યારે આ સમસ્યાઓનું નિવારણ લાવશે તે જોવું રહ્યું.

Intro:બરવાળા નગરપાલિકાની ઘોર બેદરકારી લોકો પરેશાન ઠેરઠેર ભરાયેલા પાણીના ખાડા તથા સફાઇ નો અભાવBody:બરવાળા નગરપાલિકા દ્વારા ચોમાસાની સીઝનને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી Conclusion:બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકા દ્વારા ચોમાસાની સીઝનને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી બરવાળા શહેરમાં અલગ અલગ જગ્યાએ ગંદકીના અને ઉકરડાના થર જામેલા છે ઠેકાણે પાણીના ખાડા ભરેલા છે અમુક જગ્યાએ ઘાસ ઊગી ગયેલા છે ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે લોકો ખૂબ પરેશાન થઈ ગયેલા છે અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થયેલ છે નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી જેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ નિંભર તંત્ર દ્વારા લોકોની રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહયા છે જેથી બરવાળા શહેરના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે તો લોકો ઇચ્છી રહ્યા છે કે બરવાળા નગરપાલિકા દ્વારા બરવાળા શહેરમાં સફાઈ ક્યારે કરવામાં આવશે તેમજ પ્રિમોન્સુન કામગીરી ને લઈને રોડ રસ્તા રીપેર કરવામાં આવશે કે કેમ તેમજઠેક ઠેકાણે પડી ગયેલા ખાડા કયારે પુરવામાં આવશે હાલ ચોમાસાની ઋતુ ને લઈને લોકો ખુબ જ પરેશાન થઇ ગયેલ છે જેથી બરવાળા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ સુવિધા કરવા અને લોકોની પરેશાની તાત્કાલિક દૂર કરવા માગણી કરી રહ્યા છે

બાઈટ :ધીરુભાઈ ચૌહાણ. સ્થાનીક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.