- 1925માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી રાણપુર શહેર આવ્યા હતા
- સત્યાગ્રહમાં રાણપુર મહત્વની છાવણી હતી
- રાણપુર શહેરનો દાંડી યાત્રા સાથે નાતો જોડાયેલો છે
બોટાદઃ દાંડી યાત્રાને 74 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે, ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું. જેને લઈ શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલો છે. 1925માં સૌ પ્રથમવાર મહાત્મા ગાંધીજી રાણપુર શહેર આવ્યા હતા અને ફૂલછાબ અને જન્મ ભૂમિ પેપરના સ્થાપક અમૃતલાલ શેઠને મળ્યા હતા. ગાંધીજીએ રાણપુર શહેરની ત્રણ વાર મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં તેઓ ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠને મળ્યા હતા. જેમાં ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહમાં રાણપુર મહત્વની છાવણી હતી. સમગ્ર કાઠીયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ અહીંયા ભાગ લેવા આવતા હતા.
રાણપુર શહેરનો દાંડી યાત્રા સાથે નાતો
જેમાં સત્યાગ્રહીઓ અહીંયા ભાગ ન લઈ શકે તે માટે બ્રિટિશ સરકારના લોકો રાણપુર રેલવે સ્ટોપ પર ટ્રેન ઉભી રાખતા ન હતા. જેને લઈ સત્યાગ્રહીઓ અહીંયા આવી ન શકે પરંતુ સત્યાગ્રહીઓ અન્ય સ્ટેશનો પર ઉતરી એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને એક હાથમાં મીઠાની થેલી લઈ બ્રિટિશ સરકારના ભારે દબાણ વચ્ચે પણ ચાલીને રાણપુર આવતા હતા અને રાણપુર ગ્રામજનોને બ્રિટિશ સરકાર હેરાન ન કરે તે માટે કોઈના ઘરે રહેવાના બદલે શહેરના સ્મશાનમાં રાત રોકાતા અને ત્યાં સત્યાગ્રહ અંગેની રણનીતિ તૈયાર કરતા હતા. તેમજ સવારે તેઓ સત્યાગ્રહ અંગેની પત્રિકોઓ અહીંથી લઈ અન્ય શહેરમાં જતા હતા.આમ રાણપુર શહેરનો દાંડી યાત્રા સાથે નાતો જોડાયેલો છે.