બોટાદઃ જિલ્લાના સતવારા સુરક્ષા સેનાના યુવકો દ્વારા હાલની આ કોરોના વાઈરસની મહામારીને લઈને લાગુ કરાયેલાં લૉકડાઉનમાં ગરીબ અને મજૂરી કરતાં સામાન્ય લોકોને સાંજના ટિફિન તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવાયજ્ઞમાં બોટાદના સતવારા સમાજના યુવકો તન-મન-ધનથી સેવા કરી રહ્યા છે અને ગરીબોને ઘેર પહોંચી ભોજન માટેનું ટિફિન પહોંચાડી રહ્યા છે. જેમાં આશરે 700 જેટલા લોકોને સાંજનું ભોજન આપવામાં આવે છે. તેમજ હોસ્પિટલમાં પણ દર્દી તેમજ તેઓની સાથે આવેલ સગાનું પણ ટિફિન પહોંચાડવાની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.