- હનુમાનજીને શસ્ત્રોનો શણગાર કરાયો
- અલગ-અલગ શસ્ત્રોનો શણગાર કરાયો
- હરિભક્તોએ દર્શન કરી અનુભવી ધન્યતા
બોટાદઃ જિલ્લાના સાળંગપુરમાં આવેલા હનુમાનજીના મંદિરે પવિત્ર ધનુરમાસ નિમિતે હનુમાનજી દાદાને શાસ્ત્રોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
હનુમાન મંદિરેે દેશ-વિદેશથી ભક્તો આવે છે દર્શન માટે
જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરેે દેશ વિદેશથી હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ કહેવાય છે કે હનુમાનજી અહીં સાક્ષાત બિરાજે છે. હનુમાનજી મંદિરે રોજ ખૂબ મોટી સંખ્યામાં દર્શાનાથી આવતા હોઈ છે. ત્યારે હાલ ધનુરમાસ ચાલી રહ્યો હોવાથી અહીં અલગ-અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે. બુધવારે હનુમાનજી દાદાને ભવ્ય શસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ અદભુત શણગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.