ETV Bharat / state

સાળંગપુરના રાજાના દર્શન ભક્તો હવે સાત કિલોમીટર દૂરથી પણ કરી શકશે - સાળંગપુર

બોટાદમાં કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની (Salangpur Hanuman Dada idol) મૂર્તિ મુકવાની છે. જેને લઈને કેટલીક સામગ્રીનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મૂર્તિના દર્શન ભક્તો (Salangpur Hanuman Dada Temple) સાત કિલોમીટર દૂરથી પણ કરી શકશે તેવું વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ માહિતી છે કે, આ મૂર્તિનું અનાવરણ PM મોદી કરશે. (Hanuman Dada idol in Botad)

સંકટ કટે મિટે સબ પિરા! કિંગ ઓફ સાળંગપુર દાદાના દર્શન ભક્તો સાત કિલોમીટર દૂરથી કરી શકશે

author img

By

Published : Oct 19, 2022, 3:12 PM IST

બોટાદ સાળંગપુર ધામે કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ (Salangpur Hanuman Dada idol) મુકવાની છે. જે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતા સંતો અને મહંતો દ્વારા મૂર્તિના મુખનુ વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી. મંગળવારે સવારે સારંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન (King of Salangpur) કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. (Salangpur Hanuman Dada Aarti)

પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન
પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન

ધામ સાથે પર્યટન સ્થળ બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે, આજે હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાતની નવાઈ નહીં. (salangpur hanuman mandir)

મૂર્તિની વિશેષતા હનુમાનજી દાદાની 4 કરોડના ખર્ચે 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવશે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન હશે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રૂફ હશે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવશે. મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવશે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે સાથે હનુમાનજી દાદાના દર્શન કરે. (Hanuman Dada idol Feature in Salangpur)

મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યા

PM મોદી દાદાની મૂર્તિનું અનાવરણ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ હાલ હરિયાણાના માનસર ખાતે હનુમાનજી દાદાની આ મૂર્તિ બની રહી છે. આગામી સપ્તાહમાં કાળી ચૌદશ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન ચાલી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું અનાવરણ કરે તે માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. (Salangpur Hanuman Dada Temple)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.