- વિકાસની વાતો કરતી બોટાદ નગરપાલિકા
- બોટાદમાં પાણીની સમસ્ય
- પ્રાથમિક સુવિધાથી વચિત હોવાથી રહીશોમાં રોષ
બોટાદઃ વિકાસની વાતો કરતી બોટાદ નગરપાલિકાના કારણે શહેરના અનેક વિસ્તારો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. રોડ, રસ્તા, સફાઈ, ગટર, પાણી, જેવી અનેક સુવિધા પૂરી પડવામાં બોટાદ નગરપાલિકા નિષ્ફ રહી છે. બોટાદની સીતારામનગર સોસાયટીના રહીશો 15 દિવસથી પાણી વગર વલખા મારી રહ્યા છે.
ગોકળ ગતિએ ચાલતા નગરપાલિકાના કામો..
બોટાદ નગરપાલિકાના પાપે શહેરના ભાવનગર રોડ પર આવેલા સીતારામ નગર સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી પીવાના પાણી માટે ફાફા મારી રહ્યા છે. પીવાના પાણી સમયસર મળી રહે તે માટે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના તમામ લોકોને રજૂઆત કરી પરતું પરિણામ શૂન્ય આવ્યું છે.પ્રાથમિક સુવિધાથી વચિત હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ દ્વારા કામગીરી દરમિયાન લાઈન તૂટી ગયેલા હોવાનો સ્વીકાર કર્યો છે.
અધિકારીઓ અને પ્રમુખ ને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
વિકાસની વાતો કરતી બોટાદ નગરપાલિકાના કારણે શહેરના અનેક વિસ્તારો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. રોડ,પાણી ,સફાઈ ,સ્ટીટ લાઈટ હોઈ કે પછી અન્ય કોઈ સુવિધાઓ હોઈ જે પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ હોઈ તેમ લાગી રહ્યું છે. નગરપાલિકા દ્વારા મોટી મોટી જાહેરાતો કરી બગણા ફૂકવામાં આવે છે કે, કરોડના રસ્તાઓના કામો શરૂ છે. પરતું વાસ્તવિકતા કઈક અલગજ છે.
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા સીતારામનગર સોસાયટી કે, જ્યાં બોટાદ નગરપાલિકા દ્વારા ગટરકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અદાજે 2 મહિનાથી અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ કાજ અહિયાં શરૂ કરવામાં આવ્યું છે. તે પણ સાવ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાઓ ખોદી જતા રહે છે. તેમજ છેલ્લા 15 થી 20 દિવસ પહેલા અહિયાં ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગયેલી છે.
જેના કારણે અહીના રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે રહીશો દ્વારા વેચાતું પાણીની ટેન્કર મગાવું પડે છે અને રસ્તા પણ ખોદેલ હોવાના કારણે અન્ય જગ્યા પર ટેન્કર ઉભું રાખી મહિલાઓને પાણી ભરવા જવું પડે છે. જેને લઈ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ જેશીંગભાઈ લાઈન તૂટી ગયેલ હોય તે વાતનો સ્વીકાર કરી લાઈન રીપેરીંગ કરી પાણી આપવાની કામગીરી થઈ રહી હોવાનું નિવેદન આપ્યું છે.
દિવાળી જેવા તહેવારમાં લોકોને પાણીની વધુ જરૂરિયાત હોય ત્યારે આશરે 150 થી વધુ રહેણાંકી મકાનના રહીશો હાલ તો હેરાન -પરેશાન થઈ રહ્યા છે. રહીશો દ્વારા જો તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં નહિ આવે તો નગરપાલિકામાં ધરણા પર બેસવાની ચીમકી સાથે રોષ વ્યકત કર્યો છે.