- ઢસા -માડવધાર વિસ્તારમાં પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ
- ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને જંગી બહુમતીથી વિજય કરવા લોકોને કર્યુ આહવાન
- પરષોત્તમ રૂપાલાએ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી
- ઢસામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
બોટાદ : ગઢડા 106 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા પરષોત્તમ રૂપાલાએ જંગી જાહેર સભાઓ યોજી હતી. ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં પરષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. ઢસા ખાતે સભામાં કોંગ્રેસના 150 જેટલા આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમજ સભા દરમિયાન કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા
રાજ્યની 8 વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પ્રચારકો ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગઢડા 106 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં ઢસા અને માડવધાર ગામે સ્ટાર પ્રચારક પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી અમોભાઈ શાહ, કિશાન મોર્ચા પ્રમુખ બાબુભાઇ જેબલિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જ્યાં ઢસા ખાતેની સભામાં કોંગ્રેસના 150 જેટલા આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમજ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
રૂપાલાએ 8 બેઠકો પર ભાજપનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી
ગુજરાત સરકારમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વ અને ભારત સરકારમાં મોદી સાહેબના નેતૃત્વની સરકારોના કરેલા કામોને અમે લોકો વચ્ચે જઇને ઉજાગર કરીએ છીએ. કેટલાક નિર્ણયો ભારત સરકારના અને રાજ્ય સરકારના છે. જે સામાન્ય જનતાને તેની યાદી આપીએ છીએ. અત્યાર સુધીનો ભારતીય જનતા પાર્ટીને જનતાનો સાથ મળી રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ભાજપનો આઠ બેઠકો ઉપર વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.