ગઢડાઃ ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગઢડામાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી રાજદિપસિંહ નકુમ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાંથી એક બેઠક ગઢડા પણ છે. અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હરકતમાં આવી ચૂકી છે.