બોટાદ હરણકુઇ વોર્ડ નં 10 માં ખુલ્લામાં વહેતી ગટર
હરણકુઇ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં
રજૂઆત છતાં તંત્રમાં કોઇ કામગીરી કરવામાં આવી નથી
બોટાદ: હરણકુઇ વિસ્તારમાં આવેલા રાજુભાઇના દવાખાના વાળી ઉભી લાઇનમાં ગટરની હાલત અતિ ખરાબ હોવાથી તેમજ ગટરનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર ફેલાવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં ગટરનું ખરાબ પાણી રોડ ઉપર જ નીકળી રહ્યું છે. આ પ્રશ્ન વારંવાર બને છે. નગર પાલિકામાં ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે અને અરજી પણ આપવામાં આવી છે. છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.
આ ખુલ્લી ગટરના પાણીના લીધે રોગચાળાનો પણ ભય લોકોને છે. અત્યારે કોરોના જેવી મહામારી બીમારી કે, કોઇ અન્ય બીમારી આ ગટરના પાણીથી તથા ગંદકીથી ફેલાઇ શકે છે. આના કારણે કોઇ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ ? બાજુમાં જ મોટો ઉકરડો હોવાથી વધારે ગંદકી થાય છે. ત્યારે ગટરનું યોગ્ય સમારકામ કરાવીને ગંદકી દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારમાં રહેતા લોકોની માગ છે.