આગામી ચોમાસાની ઋતુ દરમિયાન બોટાદ જિલ્લામાં કુદરતી આફતો, પૂર-વાવાઝોડાની સામે રક્ષણ અને સાવચેતી માટે આગોતરા આયોજનના હેતુસર જિલ્લા કલેક્ટર આશીષકુમારના પ્રમુખપદે બેઠક યોજાઈ હતી.
જેમાં પ્રિમોન્સુન અને ચાલુ ચોમાસાની બાબતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલા ડેમ, ચેકડેમ, ગામ તળાવ, સીમ તળાવ, ડેમના દરવાજા તથા તેની સાઈડોની ચકાસણી જેવા મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો સમયસર અને ઝડપી નિકાલ માટે નાળા, ગટર અને કેનાલની સફાઈ કરાવવી, પાણીના નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવી, ગ્રામ્ય કક્ષાએ વોકળા, કોઝવે અને પુલ પર લેવલની જણકારી માટે સાઈનીંગ બોર્ડ તથા ઈન્ડીકેટરો મુકવા તાકીદ કરી હતી.
રસ્તામાં પડેલા ઝાડ તથા વાહનોને દુર કરવા અને રસ્તાઓનું સમયસર રીપેરીંગ કરી વાહન વ્યવાહર ઝડપી ચાલુ થાય તે માટે ભારે વાહનો, જેસીબી, ડમ્બર અને ક્રેઈન જેવા સાધનો ઉપલ્બ્ધ રાખવાની ચર્ચા થઈ હતી. તાલુકા થતા શહેરી કક્ષાએ સંબંધિત કચેરીઓમાં 1 જૂનથી કન્ટ્રોલ રૂમ શરૂ કરવા અંગે જાણકારી અપાઈ હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર બી.વી લીંબાસીયા, જિલ્લા આયોજન અધિકારી જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહિલ, મામલતાદરો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિક રહ્યાં હતા.