બોટાદઃ ગઢડાના પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમારે સરકારને રજૂઆત કરી હતી કે, સરકારની સૌની યોજનામાં લીંબાડી ડેમનો પણ સમાવેશ કરવામાં આવે. માટે લીંબાડી ગામના ડેમનો સમાવેશ સૌની યોજના લિન્ક-4માં કરવામાં આવ્યો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે સૌની યોજના બહાર પાડી છે. નમર્દા ડેમમાંથી તળાવો અને ડેમો ભરવાની આ યોજના છે તેમ જ કેનાલ મારફતે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે આ યોજના મૂકવામાં આવી છે. આ યોજનાથી ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે અને ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવશે ત્યારે ગઢડા વિસ્તારમાંના અનેક ડેમો છે કે જેનો સૌની યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ગઢડા તાલુકાના ઈતરિયા, લીબાળી, વાવડી, કેરાળા, રોજમાળ, વિરાવાડી, માંડવધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈના પાણી ની સમસ્યા હતી. જોકે આ બાબતે ગઢડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ પ્રધાન આત્મારામ પરમારે 20 જુલાઈ 2020ના રોજ સરકારમાં પંચાળના ધરતીપુત્રોની સમસ્યાની ધારદાર રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે સૌની યોજના લિન્ક-4માં લીંબાળી ડેમનો સમાવેશ કર્યો છે. હવે આ વિસ્તારમાં સિંચાઈની સમસ્યાનું નિવારણ થશે.