- કોંગ્રેસના 18 ફોર્મ રદ થતા મોટો ફટકો પડયો
- જિલ્લા પંચાયતની 5 સીટો બિનહરીફ થઈ
- સૌરભ પટેલ કહ્યું કે, કોંગ્રેસને ફોર્મ ભરતા પણ નથી આવડતું
બોટાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે. અનેક જગ્યાઓ ઉપર ફોર્મ રદ્દ થયા છે. બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 20 સીટો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મની ચકાસણીનો દિવસ હોવાથી જેમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટોમાં કોંગ્રેસના 18 ફોર્મ રદ્દ થતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા પંચાયતની ભાજપની રાણપુર, નાગનેશ, લાઠીદંડ, લાખયાણી અને ઢસા એમ કુલ 5 સીટો બિનહરીફ થઇ છે. બોટાદ જિલ્લા પંચાયતની સીટો ઉપર હવે અપક્ષ અને ભાજપ વચ્ચે ચૂંટણી યોજાશે.
રમેશભાઈ મેર દ્વારા 18 ફોર્મ રદ ટેક્નિકલ ખામીને રદ્દ થયાનો સ્વીકાર કર્યો
કોંગ્રેસના 18 ફોર્મને લઈ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના ફોર્મ રદ્દ મામલે કોગ્રેસને ફોર્મ ભરતા પણ આવડતું નથી. સત્તાને લઈ હવાતિયા મારતી હોય તેવા નિવેદન સાથે કોગ્રેસ ઉપર સૌરભ પટેલે પ્રહાર કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા 18 ફોર્મ રદ્દ ટેક્નિકલ ખામીને લીધે થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. સામાન્ય ટેકિનકલ ખામી હોવાથી ભાજપના દબાણ હેઠળ અધિકારીએ ફોર્મ રદ કર્યાનો કર્યો આક્ષેપ કર્યો હતો. ફોર્મ રદ્દ મામલે હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી હતી. જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા કુલ 19 ફોર્મ અમાન્ય રહ્યાની વિગત આપી હતી. જેમાં 18 કોંગ્રેસના અને એક અપક્ષનું નિવેદન આપ્યુંં.