- બોટાદમાં ગઢડાના સામા કાંઠે વિસ્તારમાં બે ભાઈના મોત
- બંને ભાઈ નશો કરીને ઈંટના ભઠ્ઠા પર સુતા હતા
- ભઠ્ઠાની ગરમીથી મોત થઈ હોવાનું પ્રાથમિક વિગતે જણાયું
બોટાદઃ જિલ્લાના ગઢડા મુકામે દારૂના નશામાં ધૂત બનેલા બે સગા ભાઈઓ રાત્રે સૂતા તે સૂતા સવારે ઊઠ્યા જ નહીં. તેમના મોતને ભેટવાની વિચિત્ર ઘટનાથી ભારે ચકચાર જાગી છે. ગઢડા મુકામે સામા કાંઠે વિસ્તાર તરફ જતા નીલકંઠ મહાદેવ સામે આવેલા એક ઈંટનાં ભઠ્ઠા ઈપર મૃત હાલતમાં બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ તરફથી પોસ્ટમોર્ટમ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કિસ્સામાં જાણવા મળતી વિગત અનુસાર, ગઢડા શહેરમાં આવેલી કન્યા વિદ્યાલય પાછળ રહેતા દેવીપૂજક પરિવારના બે સગા ભાઈઓ અનીલ અમૃતભાઈ વધેલા (ઉં.29) અને રાજેશ અમૃતભાઈ વધેલા (ઉં. 26) ગઈકાલે રાત્રે દારૂ પીધેલી હાલતમાં હતા.
અતિશય ગરમી અને શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાની પ્રાથમિક વિગત
દારૂ પીધા બાદ બંને ભાઈઓ ઈંટના ભઠ્ઠા પાસે ગરમી લેવા ગયા અને ભઠ્ઠા પર જ સૂઈ ગયા. હાલમાં અતિશય ગરમી અને શ્વાસ રૂંધાવાથી બંનેનું મોત થયું હોવાની પ્રાથમિક વિગત બહાર આવી રહી છે. તેમ જ ઈંટોના ભઠ્ઠા પાસેથી દારૂની ખાલી કોથળીઓ પણ જોવા મળી છે. આમ પોલીસ સમગ્ર ઘટનાને લઇને તાપસ હાથ ધરી છે.