બોટાદ શહેરના વેપારી યુવાન પાળીયાદ રોડ ઉપર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો ધંધો કરતા ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલને માહિ તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવી પૂર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ ધડી અપહરણ કરી, તેને ગેર કાયદેસર બંધક બનાવ્યો હતો. તેને જાનથી મારી નાખવાની બીક બતાવવા ગળા પર છરી રાખી રૂપિયા 20,000/- ATMમાંથી ઉપડાવ્યા હતા. જે બાદ તેના અશ્લીલ ફોટા પાડી રૂપિયા 5,00,000/-ની માંગણી કરી હતી. વેપારી યુવાન ભાર્ગવભાઇ નવનીતભાઇ પંચાલે ગત તા. 24/12/2019ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવી હતી.
LCB અને SOG પોલીસે હનિટ્રેપમાં ફસાવનાર ઈસમોને ગણત્રરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
આ ગુનામાં સંડોવાયેલા આરોપી
(1) માહિ રહે. મુળ ગામ સાંકરડી તા. જિ. બોટાદ (હાલ સુરત)
(2) પોપટ રમેશભાઇ ચૌહાણ રહેવાસી ખોડીયાર નગર-૧ હરભોલે સોસાયટી, બોટાદ
(3) વિજયભાઇ નાનજીભાઇ ચૌહાણ રહેવાસી વિજય સોસાયટી, બોટાદ
(4) પ્રદિપ હરજીભાઇ વાળા રહેવાસી વિજય સોસાયટી, બોટાદ
(5) હસમુખભાઇ ઘનશ્યામભાઇ શેખ રહેવાસી ચારેય, બોટાદ
(6) આનંદ ગોબરભાઇ બારૈયા રહેવાસી ખોડીયાર નગર-1, બોટાદ
(7) મુન્નાભાઇ રામકુભાઇ માલા રહેવાસી સાકરડી તા. જિ. બોટાદ
(8) જય ભરવાડ રહેવાસી રંઘોળા તા. ઉમરાળા જિ. ભાવનગર (હાલ સુરત)
(9) યોગી ગેસ્ટ હાઉસ-2ના મેનેજર જાદવભાઇ કરશનભાઇ બાંભણીયા રહેવાસી બોટાદ
આ આરોપીઓ માહિ નામથી અજાણ્યા નંબરથી સિલેક્ટેડ યુવાનોને ફોન કરી પોતાના પ્રેમ જાળમાં ફસાવતા હતા. જે બાદ તેઓએ નિશ્વિત કરેલી જગ્યાએ લઇ જઇ અશ્લીલ હરકતો કરતા અન્ય મિત્રો દ્વારા પકડાઇ જવાનુ નાટક કરતા હતા. જે દરમિયાન મોબાઇલમાં અશ્વિલ ફોટા અને વીડિયો બનાવી વાયરલ નહિ કરવા માટે મોટી રકમની માંગણી કરતા હતા. બોટાદ પોલીસે આવા ઈસમોથી લોકોને સાવચેત રહેવા અને ખોટા પ્રલોભનોમાં ન ફસાવા ખાસ અપીલ કરી છે.