ETV Bharat / state

ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં આવ્યા હિરાભાઈ સોલંકી

author img

By

Published : Oct 21, 2020, 11:05 PM IST

ગઢડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં ભાજપના પ્રચારક હિરાભાઈ સોલંકી આવ્યા છે. તેઓ આસપાસના ગામડાઓમાં ફરીને જનસંપર્ક કરી રહ્યાં છે. હીરાભાઇ સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને કહ્યું કે, કોળી સમાજ ભાજપ સાથે છે અને રહેશે.

ગઢડા
ગઢડા
  • ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં
  • ભાજપના ઉમેદવારને જીતાડવા કરી અપીલ

ગઢડા: ગઢડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં ભાજપના પ્રચારક હિરાભાઈ સોલંકી આવ્યા છે. તેઓ આસપાસના ગામડાઓમાં ફરીને જનસંપર્ક કરી રહ્યાં છે. હીરાભાઇ સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને કહ્યું કે, કોળી સમાજ ભાજપ સાથે છે અને રહેશે.

ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં આવ્યા હિરાભાઈ સોલંકી
ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં આવ્યા હિરાભાઈ સોલંકી

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રિજવવા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બન્ને પક્ષો દ્વારા અલગ અલગ જ્ઞાતિ અને સમાજમાં પ્રધાનો અને આગેવાનોને મોકલી સમાજ પ્રમાણે પ્રચાર અને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને કોંગ્રેસમાંથી મોહન સોલંકી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ગઢડા વિધાનસભામાં એડીચોટીનું જોર લગાવ્યું છે.

હિરાભાઈ સોલંકીએ કર્યો આત્મારામ પરમાર માટે પ્રચાર

ભાજપના સ્ટાર પ્રચારક હિરાભાઈ સોલંકીએ ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં કોળી સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી હતી. ગઢડાના હરિપર, કેરાળા, રામપરા, લીંબાળી, વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજના લોકો સાથે હિરાભાઈ સોલંકીએ બેઠકો યોજી આત્મારામ પરમારને મત આપી ભાજપને જીતાડવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.