બોટાદઃ ગઢડામાં વિજય કારગિલ દિવસ નિમિત્તે ફરજ બજાવતા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યુ. ગઢડામાં આર્મીમાં ફરજ બજાવતા વીર સૈનિકોનું વિજય કારગિલ દિવસ નિમિત્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.
જેઓનુ સન્માન ગઢડા નગરપાલિકાના પ્રમુખ પ્રતાપભાઇ ખાચર તેમજ શહેર ભાજપા પ્રમુખ ચંદ્રકાન્તભાઇ લાઠીગરા તેમજ ગઢડા નગરપાલીકાના ચેરમેન સુરેશભાઇ ડવ તેમજ ગઢડા નગરના સંયોજક દિપક સોની દ્વારા વીર સૈનિકને સાલ તેમજ ફુલહાર પહેરાવી કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.