ETV Bharat / state

ગઢડા શહેરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો પ્રચાર

ગઢડામા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભા સંબોધી હતી. જેમાં 106 વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારોએ મોહન સોલંકીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

author img

By

Published : Oct 27, 2020, 12:02 PM IST

ગઢડા શહેરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પ્રચાર

  • ગઢડા શહેરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ઝઝાવતો પ્રચાર
  • કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા લોકોને અપીલ કરતા અમિત ચાવડા

    બોટાદઃ ગઢડા, વલ્લભીપુર, અને ઉમરાળા પથકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભા સંબોધી હતી. જેમાં 106 વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારોએ મોહન સોલંકીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસને લોકોનો સાથ મળી રહ્યો હતો.

રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણી

રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ બને પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. બંને પક્ષ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ખાસ કરીને ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના સમર્થનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગામડે ગામડે સભાઓ, ગ્રૃપ મીટિંગ અને બેઠકો કરી રહ્યા છે.

ગઢડા ખાતે સભા યોજાઈ હતી

બે પૂર્વે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ એ પ્રવકતા જયરાજસિંહ પરમાર તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જગી જાહેર સભા કરી ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વલ્લભીપુર, ચોગઠ અને ગઢડા ખાતે સભા સંબોધી હતી. જ્યાં ગઢડા ખાતે ભાવસાર સમાજની વાડી ખાતે રાત્રીના સભા યોજાઈ હતી.

જેમાં અમિત ચાવડા, ગઢડા શીટના ઇન્ચાર્જ શલેશભાઈ પરમાર, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય રાજેશ ગોહિલ, રાજકોટ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ , રાજકોટ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયા, બોટાદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન હિંમત ભાઈ કટારીયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ વશરામ ભાઈ તાવીયા, ગઢડા શહેર પ્રમુખ પ્રતાપ ભાઈ છયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા

આ સભામાં તમામ નેતાઓએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને પ્રહારો કર્યા હતા. જ્યારે રામણ પાટકરના નિવેદન તેમજ પ્રદીપસિંહ જાડેજાના નિવેદન અંગે અમિત ચાવડાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, કોઈપણ પક્ષ જ્યારે સત્તામાં આવે ત્યારે રાજ્યનું બજેટ પક્ષા પક્ષી વિના રકમ ફળવવી જોઈએ, કમનસીબી છે કે ભાજપની સરકારે ભેદભાવ રાખ્યો છે. નીતિન પટેલને ચપ્પલ મારવા મુદ્દે પ્રદીપસિંહના નિવેદન અંગે તેમનું નિવેદન તેમની ઘટનાને વખોડી, જે બનાવ બન્યો હતો તેમાં કોંગ્રેસમાંથી લઈ ગયેલા લોકોને ટિકીટ આપવાના કારણે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે. તેમણે જ આ કૃત્ય કર્યું હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.