ETV Bharat / state

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ

બોટાદ જિલ્લામાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસની કારોબારી ગઢડા ખાતે ભરતભાઈ છૈયાના ફાર્મ પર યોજાઈ હતી.

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ,  કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ
author img

By

Published : Oct 3, 2020, 9:42 AM IST

બોટાદઃ રાજયમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા. જેથી ચૂંટણી પંચ દ્વારા રાજયમાં 8 બેઠકો પર 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ બેઠકો જીતવાની તૈયારીઓ શરૂ કરી છે. બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બોટાદ જિલ્લા કોંગ્રેસની કારોબારી ગઢડા ખાતે ભરતભાઈ છૈયાના ફાર્મ પર યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિમતભાઈ કટારીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પેટા ચૂંટણીમાં કાર્યકરોને પ્રચાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયમાં ભાજપ સરકારની નિષ્ફળતા, ખેડૂતો વિરોધી નિતીરીતી, બેરોજગારી, સહિતના મુદ્દાઓ ગઢડા વિધાનસભા બેઠકના મતદારો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ,  કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ

આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુએ લોકો સાથે વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો હતો. જે વાત એક એક મતદાર સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરવામા આવ્યું હતું. ગઢડા ખાતે યોજાનારી જિલ્લા કોંગ્રેસ કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિમતભાઈ કટારીયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખો મહામંત્રીઓ, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયા, સુખદેવસિંહ ગોહીલ, વિપક્ષ નેતા કનુભાઈ જેબલીયા, પ્રતાપસિંહ ડોડીયા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સદસ્યો, કોંગ્રેસના વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો સહિતના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. જયારે કારોબારી બેઠકનું સંચાલન ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયાએ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.