ETV Bharat / state

વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કાર્યક્રમ યોજાયો - bhupendrasinh chudasma

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અયોધ્યા નિર્માણ માટે નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વડતાલ તાબાના સાળંગપુર, ગઢડા, રાજકોટ અને જૂનાગઢ સહિતના મંદિરના સંતો હાજર રહ્યા હતા. વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે 1 કરોડની નિધિ આપી છે. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા.

વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 31, 2021, 6:50 AM IST

  • વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કાર્યક્રમ
  • તાબાના મંદિરો દ્વારા રુપિયા 1 કરોડની આપી નિધિ અપવામાં આવી
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો રહ્યા હતી હાજર

બોટાદઃ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં નિધિ એકત્રિત કરવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લાખો કરોડોની રકમમાં અયોધ્યા મંદિર નિર્માણ માટે લોકો નિધિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વડતાલ તાબાના મંદિરો દ્વારા નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડતાલ તાબાના સાળંગપુર, ગઢડા, રાજકોટ તેમજ જૂનાગઢ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. અલગ અલગ મંદિરો દ્વારા અયોધ્યા મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ વડતાલ, ગોપીનાથજી મંદિર ગઢડા, રાધારમણ મંદિર જૂનાગઢ અને સાળંગપુર કષ્ટભંજન મંદિરના સંયુક્ત ઉપક્રમે રામ મંદિર માટે નિધિ એકત્રિત કરી 1 કરોડ રૂપિયાની નિધિનો ચેક ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અર્પણ કર્યો હતો.

વર્ષોની ચર્ચા અને તપસ્યા બાદ અયોધ્યા મંદિરનું નિર્માણ કાર્ય

500 વર્ષથી વિશ્વના હિન્દુઓની લાગણી હતી કે, અયોધ્યામાં જ રામ મંદિર બને, કેટલાક લોકો એવું કહેતા હતા કે, આ દેશ ધાર્મિક દેશ છે ગામે ગામ રામ મંદિર, હનુમાન મંદિર અને અન્ય દેવી દેવતાઓના મંદિર છે. પરતું જેની સાથે સમગ્ર દેશનું સ્વભિમાન જોડાયું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અયોધ્યામાં જન્મ થયો છે તે વિષયક અનેક ચર્ચાઓ થઈ, સેંકડો વર્ષો સુધી આ ચર્ચા ચાલી, આ ચર્ચા કોર્ટ સુધી પહોંચી ત્યાં પણ લાંબા સમય સુધી ચર્ચા ચાલી અને સત્યનો વિજય થયો. કોર્ટે પણ કહ્યુ અયોધ્યા જ રામ જન્મ ભૂમિ છે. સાળંગપુર હનુમાન મંદિર અને તેની સાથે જોડાયેલા અન્ય મંદિરો દ્વારા રામ મદિર માટે એક કરોડ જેટલી મોટી રકમ આપી છે જે સામાન્ય વાત ન કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.