બોટાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ફ્રૂટના ટ્રકમાં બેસીને બોટાદ જિલ્લામાં પ્રવેશ કરતા જમાતીઓને બોટાદ SOG પોલીસે ઝડપી પાડ્યાં હતા. કોરોના વાઇરસને વલ્ડૅ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે.
દેશમાં અને રાજ્યમાં 22 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતા બોટાદ જિલ્લાના સ્થાનિક રહિશો પૈકી કોઇ વ્યક્તિ બોટાદ જિલ્લા બહાર કે, ગુજરાત રાજ્ય બહાર ગયેલા હોય જેઓ સ્થાનિક તંત્રની પૂર્વ પરવાનગી વગર અને મેડકીલ તપાસણી કરાવ્યા વગર બોટાદ જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ બોટાદ SOG શાખાને આવા કોઇ વ્યક્તિ બોટાદ જિલ્લામાં પ્રવેશ કરે તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સુચના આપેલી જે આધારે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામીની રાહબરી નીચે એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી સ્ટાફે બોટાદમાં રહેતા ઇમ્તિયાઝ અબ્બાસ મુળીયા ચારેક માસ પહેલા મરકઝ ખાતે જમાતમાં ગયા હતા.
જે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ફ્રૂટની ગાડીમાં બેસીને બોટાદ આવવા નીકળ્યાં હતા. તે અન્ય વ્યક્તિઓની મદદથી સ્થાનિક તંત્રને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર અને કોઇપણ પ્રકારની મેડિકલ ટેસ્ટ કરાવ્યાં વગર આવ્યા હતા. કોરોના વાઇરસ COVID-19 લઇને પોતાની બેદરકારી દાખવી અને સરકારના નિયમોનો અનાદર કરી બોટાદ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
જેથી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની એસ.ઓ.જીના સ્ટાફ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો છે. હાલ ગુન્હાની તપાસ SOG શાખા દ્વારા ચલાવવામાં આવી છે. જેમા 6 આરોપી પૈકી 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.