ETV Bharat / state

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાનો યાત્રાધામમાં સમાવેશ કરવા માગ - Botad News

બોટાદના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે મોટા મંદિરો આવેલા છે. અહીં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં હરિભકતો આવે છે પરંતુ ધંધા રોજગારની દ્રષ્ટિએ ગઢડા પાછળ છે. જેથી સરકાર ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરે તો ગઢડાનો વિકાસ થાય. હાલમાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આવનારા ઉમેદવાર ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

etv bharat
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાને યાત્રાધામમાં સમાવેશ કરવા લોકોની માંગ
author img

By

Published : Oct 3, 2020, 3:57 PM IST

બોટાદ: જિલ્લામાં આવેલું ગઢડા શહેર કે જે ગઢડા (સ્વામિના) તરીકે પ્રચલિત છે. કારણ કે અહિયાં ભગવાન સ્વામીનારાયણ પોતે 29 વર્ષ સુધી ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મ ભૂમી બનાવી હતી. સાથે જ અનેક જીવાત્માના ઉદ્ધાર કર્યા હતા. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનો ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી ભગવાને ગઢડામાં લખ્યો છે. જેથી ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધાર્મિક સ્થાન છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાનો યાત્રાધામમાં સમાવેશ કરવા માગ

બીજી બાજુ ગઢડામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. ફકત હીરા અને ખેતી ઉપર નભતો તાલુકો છે જેથી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું જેથી આવતી 3 નવેમ્બરે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે.

etv bharat
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાનો યાત્રાધામમાં સમાવેશ કરવા માગ

ત્યારે ગઢડા વિધાનસભા મત વિસ્તારના લોકો આવનારા ઉમેદવાર પાસે ઘણી આશાઓ રાખીને બેઠા છે. ગઢડા વિધાનસભાના ઉમેદવાર આવતા દિવસોમાં ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરાવે જેથી રોડ રસ્તા, ઔદ્યોગિક વિકાસ, ધંધા રોજગારનો વિકાસ થાય અને ગઢડા ધમધમતુ થાય તેવી ગઢડાના નગરજનો દ્વારા માગ ઉઠી છે.

આ અંગે ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન દાસજી સ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ગઢડા ધામ તે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનું ઘર છે તે અહીં 29 વર્ષ સુધી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તોનું હૃદયનું સ્થાન છે અને ગઢપુરને તીર્થધામ જાહેર કરવામાં આવે તો તેમનો વિકાસ થાય વેપાર-ધંધા ઉદ્યોગો વધે. સાથે આ માંગણી અમારા વડીલો ઘણા વર્ષોથી કરી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ધર્મ પુરુષ છે તેમણે ઘણા બધા તીર્થોને યાત્રાધામો જાહેર કર્યા છે. તે ગુજરાતમાં લોકલાગણીને માન આપી રહ્યા છે. જે-તે વખતે મુખ્ય પ્રધાન રૂપાણીએ અમને પણ ખાત્રી આપી છે કે ગઢડા ગોપીનાથજી મંદિરને યાત્રા ધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.