ETV Bharat / state

બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું - decoction Distribution Botad

બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોમાં સતર્કતા જોવા મળી રહી છે. તાલુકાના 52 ગામમાં માત્ર સવારે અને સાંજે 2 કલાક દુકાનો ખુલ્લી રાખી દિવસ ભર ઘરે રહેવાનું પાલન લોકો કરી રહ્યા છે. ગામના ઉપ સરપંચ દ્વારા લોકોને કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું

author img

By

Published : Apr 22, 2021, 10:07 PM IST

  • બે કલાક પોતાના ધંધા-રોજગાર ચાલુ રખાશે
  • કોરોનાથી બચવા ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે
  • 7000ની વસ્તી ધરાવતું ગામ છે

બોટાદઃ રાજ્યના નાના કે મોટા શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાને લઈને સતર્કતા જોવા મળી રહી છે. બોટાદ તાલુકાના સમઢીયાળા-1 ગામના કે જ્યાં સરપંચ અને તલાટી મંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયને ગામ લોકોએ પણ આવકાર આપ્યો હતો. સવારે 2 કલાક અને સાંજે 2 કલાક પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી, દિવસભર પોતાના ઘરમાં લોકો સલામત રહે છે. દિવસભર લોકોના ચહલ-પહલવાળા ગામના આ બજારો હાલ સુમસામ જોવા મળી રહ્યા છે.

બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું

આ પણ વાંચોઃ ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

સમઢીયાળા-1 ગામમાં લોકો ઘરમાં રહે અને સલામત રહે, સાથે ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે

ગામના આગેવાનો દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કોરોનાની ચેઇન તૂટશે તેવો ગામ લોકોને વિશ્વાસ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બોટાદ તાલુકામાં 52 ગામ છે. હાલ તો તમામ ગામ દ્વારા આ નિયમનું પાલન કરી કોરોનાના આ જંગમાં જીત મેળવવા સહુ એક થઈ સતર્કતા દાખવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સમઢીયાળા-1 ગામમાં લોકો ઘરમાં રહે અને સલામત રહે તેની સાથે ઉકાળા આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કપરાડા અને નાનાપોંઢામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

અલગ-અલગ શેરીમાં ઉકાળાના પોઈન્ટ બનાવાયા છે

7000ની વસ્તી ધરાવતા આ ગામમાં અલગ-અલગ શેરીમાં ઉકાળાના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. તેમજ શેરીના લોકો આવી ત્યાં ઉકાળા પી શકે અથવા ઘરે લઈ જઈને પણ પી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ત્યારે કોરોનાના જંગમાં આ સતર્કતાથી ચોક્કસ જીત મળશે તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.