બોટાદ: બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે બે દિવસ પહેલા જૂની અદાવતમાં છ શખ્સોએ નવઘણભાઈ જોગરાણા નામના 30 વર્ષીય યુવાનનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જેના તમામ છ હત્યારાઓને પોલીસે ગણત્રરીના કલાકોમાં દબોચી લઈને વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવવા બોટાદ કોર્ટમાં રજુ કરી પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. બોટાદ કોટે વધુ તપાસ માટે 10 તારીખ સુધીના (પાંચ)દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
તિક્ષ્ણ હથિયાર વડે હત્યા: બોટાદ તાલુકામાં આવેલા ઢાકણીયા ગામ કે જ્યાં ગઈકાલે રાત્રે આશાસ્પદ 30 વર્ષીય માલધારી યુવાનનું તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતમાં ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ અન્ય બે વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ભાવનગર તેમજ બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
6 આરોપીઓની ધરપકડ: બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામના 6 શખ્સો ઈકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ, દાઉદભાઈ રહીમભાઈ રાઠોડ, અમન ઈકબાલભાઈ રાઠોડ તેમજ સાજીદ ઈકબાલભાઈ રાઠોડ, બહાદુર ઈકબાલભાઈ રાઠોડ અને હકુભાઈ રહીમભાઈ રાઠોડ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈ પાળીયાદ પોલીસે કલમ 302 તેમજ 307 અને રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો નોંધી અને જિલ્લા પોલીસવડાના સૂચન અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હત્યાના તમામ 6 હત્યારા આરોપીઓને અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએથી 6 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો Surendranagar News: વઢવાણના ફૂલગ્રામમાં ત્રિપલ મર્ડર, પંથકમાં ચકચાર
આરોપી ઢાકણીયા ગામના રહેવાસી: હત્યાના ગુનાને લઈ પાળીયાદ પોલીસ દ્વારા કુલ 6 આરોપી વિરુદ્ધ 302 ,307 સહિત રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં આરોપીને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે તમામ આરોપી ઢાકણીયા ગામના રહેવાસી છે. હાલ તો પોલીસ દ્વારા તમામ આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Ramayana Arvind Trivedi: લંકેશ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ઘરફોડ
પોલીસ બંદોબસ્ત: ઢાંકણીયા ગામે યુવાનની હત્યા મામલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા SRP ની 2 ટુકડી તેમજ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાળીયાદ પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી હતી.