બોટાદ : હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પ્રીમોન્સુન કામગીરી થયેલી જોવા મળતી નથી. જેના ભાગ રૂપે જિલ્લાના લાઠીદડ ગામે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલી પાણીની નર્મદા નહેરની સબ કેનાલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. સબકેનાલમાં વપરાયેલા મટીરીયલ સંપૂર્ણ બોગસ પ્રકારનું હતું.
આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા નર્મદાના એન્જિનિયરને સ્થળ પર બોલાવતા તેઓએ પણ કબૂલ કરેલુ કે આ કામ તદ્દન નબળા અને હલકી ગુણવત્તાવાળા થયા છે.
